રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન બાદ ફરાર મર્ડરના આરોપીને અમરેલી એલસીબીએ જાફરાબાદના રોહીસામાંથી ઝડપી લીધો હતો. પાકા કામના આરોપી સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે બાદ તેમને રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.ચિત્તલમાં રહેતા લખધીરસિંહ ઉર્ફે ભીખો કાળુભાઈ સરવૈયા સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે બાદ તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના આરોપી તરીકે ધકેલવામાં આવ્યો હતો. તે 15 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો.
જે બાદ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાથ થયો ન હતો. ત્યારે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસવડા હિમકરસિંહે નાસતા- ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સુચના આપી હતી. અમરેલી એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. કરમટા થતા પીએસઆઈ પી.એન.મોરીની રાહબરી નીચે ટીમ જાફરાબાદ પંથકમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચાગાળાના જામીન બાદ ફરાર થયેલ મર્ડરના પાકા કામના આરોપી લખધીરસિંહ ઉર્ફે ભીખો સરવૈયાને રોહિસામાંથી ઝડપી લીધો હતો. તેમને ફરી જેલમાં ધકેલવાની કાર્યવાહી કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.