અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમાં 2 દિવસ પહેલા આરોપી કોર્ટ મુદતમાં લવાયા હતા આરોપી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુન્હાનો હતો આરોપી સવજી ઉર્ફે સંજય છગનભાઈ ગુજરીયા નામના કેદીને અમરેલી સબ જેલ માંથી કોર્ટ મુદત હોવાને કારણે રાજુલા લવાયા હતા કોર્ટ કામગીરી પૂર્ણ થયા બાદ હોટલ જમવા ગયા હતા આ વખતે પોલીસ જાપ્તા માંથી હાથકડી કાઢી પોલીસની નજર ચૂકવી હોટલના પાછળના ભાગેથી ભાગી ગયા જતા તાત્કાલીક તેમની ધરપકડ કરવા માટે અમરેલી SP અને DYSP દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે હજુ સુધી આરોપી પકડાયો નથી આરોપીને પકડવા માટે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત એજન્સી ઓ શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુન્હો પણ નોંધાયો છે.
તપાસ દરમ્યાન 3 પોલીસ કર્મચારીઓને SP દ્વારા સસ્પેન્ડ કર્યા
સમગ્ર ઘટના અંગે અમરેલી એસપી હિમકર સિંહ દ્વારા તપાસ કરતા ત્રણેય પોલીસ કર્મચારીની ફરજ પરની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરી દીધા છે જેમાં પોલીસ કર્મચારી મનુભાઈ નાનજીભાઈ વાઘેલા,ડાયાભાઈ કાંતિભાઈ પરમાર,હિમાલયભાઈ રમેશભાઈ કાલાવડીયાને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.