ગુજરાત સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા પોલીસ તંત્ર દ્વારા અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપવામાં આવતા બગસરા પોલીસ દ્વારા બગસરા વિસ્તારમાં અનેક ગુનાઓ કરતા ઇસમ ભુપત જગુભાઇ વાળા (રહે.સરભંડા, તા.જિ.અમરેલી) વિરૂધ્ધ પુરાવાઓ એકઠા કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી દ્વારા મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતા અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ટીમદ્વારા ભુપત જગુભાઇ વાળાને પાસા વોરંટની બજવણી કરી, પાલરા સ્પેશ્યલ જેલ, કચ્છ – ભુજ ખાતે અટકાયત કરી મોકલી આપ્યો છે.
9 જેટલા ગુનાઓ નોંધાયેલા
(1) બગસરા પોલીસ સ્ટેશન
(2) અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન
(3) બગસરા પોલીસ સ્ટેશન
(4) બગસરા પોલીસ સ્ટેશન
(5) રાજુલા પોલીસ સ્ટેશન
(6) રાજુલા પોલીસ સ્ટેશન
(7) બગસરા પોલીસ સ્ટેશન
(8) બગસરા પોલીસ સ્ટેશન
(9) બગસરા પોલીસ સ્ટેશન
આમ અનેક ગુનાઓ આચરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.