જમીન પચાવી પાડવાના ઈરાદે હત્યા:અમરેલીના ખાખબાઈના આશ્રમમાં સાધ્વીની હત્યા તેના જ સેવકે કરી હોવાનો ઘટસ્ફોટ, આરોપીની ધરપકડ

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક સાધ્વીએ જમીન આપવાની ના પાડતા આરોપીએ હત્યા કર્યાનો ખુલાસો થયો

અમરેલીના રાજુલાના તાલુકાના ખાખબાઈ ગામ પાસે આવેલા આશ્રમના સાધ્વીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે સાધ્વીની હત્યા મામલે તેના જ સેવકની ધરપકડ કરી છે. આરોપીએ સાધ્વી પાસે આશ્રમની જમીન માગી હતી પરંતુ, સાધ્વીએ જમીન આપવાનો ઈન્કાર કરી દેતા માથાકૂટ થતા આરોપીએ આશ્રમ છોડી દીધો હતો. માથાકુટનું મનદુઃખ રાખી આરોપીએ તીક્ષણ હથિયાર વડે સાધ્વીની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક સાધ્વીની ફાઈલ તસવીર
મૃતક સાધ્વીની ફાઈલ તસવીર

રાજુલાના ખાખબાઈ ગામ પાસે આવેલા આશ્રમમાં રેખાબેન ગોવિંદભાઈ મેર છેલ્લા વીસ વર્ષથી સેવાપૂજા કરતા હતા. અરવિંદ ઉર્ફે નકો ગોબરભાઈ ડાભી નામનો શખ્સ પણ અહીં છેલ્લા ત્રણ વર્ષથી સેવક તરીકે કામ કરતો હતો. તેના મનમાં આશ્રમની જમીન પચાવી પાડવાની લાલચ જાગતા તેને સાધ્વી રેખાબેને પાસે જમીન માગી હતી. પરંતુ, રેખાબેને તે આપવાનો ઈન્કાર કરી દેતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જેથી અરવિંદ ઉર્ફે નકો આશ્રમ છોડી જતો રહ્યો હતો. પરંતુ, માથાકૂટનું મનદુઃખ રાખી 21-11-2021ના સાંજના સાતેક વાગ્યા બાદ સાધ્વી રેખાબેન તથા તેમના મોટા બહેન મધુબેન હાજર હતા તે સમયે અહીં ફરજામાં ગાય દોવા માટે મૃતક રેખાબેન અંદર ગયા ત્યારે તીક્ષણ હથિયારોના ઘા મારી હત્યા નિપજાવી અરવિંદ ઉર્ફે નકો ફરાર થઈ ગયો હતો.

આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયા બાદ અમરેલી એસપીએ આરોપીને ઝડપી પાડવા કડક સૂચના આપી હતી. LCB,SOG સહિતના પોલીસકર્મીઓ ગુનાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપીને રાજુલાની હિડોરણા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...