અમરેલી LCBની કાર્યવાહી:મારામારીના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, સીઆરપીસી કલમ 82 મુજબ ભાગેડુ જાહેર કરાયો હતો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ બાતમીના આધારે દબોચી લીધો

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર લીસ્ટેડ આરોપીને અમરેલી એલસીબીએ ઝડપી લીધો હતો. તેમને બગસરા પોલીસના હવાલે કર્યો હતો. બગસરા નટવરનગરમાં રહેતા નવશાદ ઈનુસભાઈ ખોખર ( ઉ.વ. 24) સામે બગસરા પોલીસ મથકમાં કલમ 326, 324 અને 114 મુજબ ગુનામાં કોર્ટમાંથી સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ મળ્યો હતો.

વોરંટની બજવણી ન થાય તે માટે તે નાસતો ફરતો હતો. નવશાદ ખોખર સામે સીઆરપીસી કલમ 82 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરી આરોપીને ભાગેડુ જાહેર કરાયો હતો. અમરેલી એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. કરમટા તથા પીએસઆઈ પી.એન.મોરી સહિતની ટીમે બાતમીના આધારે છેલ્લા બે વર્ષથી મારામારીના ગુનામાં ફરાર બગસરાના નવશાદ ખોખરને ઝડપી લીધો હતો. તેને બગસરા પોલીસના હવાલે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...