છેતરપીંડી:દામનગર એસબીઆઇ શાખાના એકાઉન્ટન્ટે રૂપિયા 23.84 લાખની છેતરપીંડી આચરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જુદાજુદા ત્રણ બેંક ખાતા ધારકના ખાતામાંથી નાંણાની ઉચાપત કરી

દામનગર એસબીઆઇ શાખામા એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બેંકના જુદાજુદા ત્રણ ખાતા ધારકોના ખાતામાથી 23.84 લાખની નાણાની ઉચાપત કરી છેતરપીંડી આચરતા આ બારામા તેની સામે દામનગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.

બેંકના એકાઉન્ટન્ટે કરેલી નાણાની ઉચાપતની આ ઘટના દામનગરમા બની હતી. એસબીઆઇ શાખાના મેનેજર વિમલ રણવીર માનમલ સાખલાએ દામનગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે રાજકુમાર વાસુદેવ શર્મા બેંકમા એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હોય તે દરમિયાન ગત તારીખ 10/6/19 થી તારીખ 19/5/22 દરમિયાન કોઇપણ સમયે દામનગર એસબીઆઇના એગ્રીકલ્ચર બેંક ક્રેડિટ ખરીફ કોપ ઇન્સ્યોરન્સ એકાઉન્ટ તથા અલગ અલગ થ્રણ ખાતા ધારકના ખાતામા તેના હોદાનો દુરઉપયોગ કર્યો હતો.

તેણે બેંકના અન્ય કર્મચારીઓના આઇડી પાસવર્ડ કોઇપણ રીતે મેળવી લીધા હતા અને બેંક ધારકોના કેવાયસી ડોકયુમેન્ટ કે મંજુરી લીધા વગર મોબાઇલ નંબર બદલી તથા નેટ બેંકીંગ ચાલુ કરી ખાતામાથી રોકડ તથા અન્ય ખાતામા જમા કરી કુલ 23,84,341ની ઉચાપત કરી હતી. બનાવ અંગે પીએસઆઇ એચ.જી.ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...