લમ્પિ:જિલ્લાના સરકારી ચોપડે લમ્પિથી અત્યાર સુધી 195 ગાયના મોત પણ વાસ્તવિક આંક ઘણો ઉંચો

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 3198 પશુની સારવાર કરાઇ
  • ખેડૂતો પોતાના માલઢોર અન્ય પશુઓથી અલગ રાખે: પુશપાલન વિભાગ

અમરેલી જિલ્લામા ગૌવંશમા લમ્પીનો વાયરસ હજુ પણ ત્રાસ વર્તાવી રહ્યો છે. લમ્પીથી મોટી સંખ્યામા ગાયોના મોત થયા છે. જો કે સરકારી તંત્રના ચોપડે 195 ગાયોના મોત થયાનુ જણાવાય છે પરંતુ વાસ્તવિક મૃત્યુનો આંક આનાથી ઘણો ઉંચો છે.

અમરેલી જિલ્લામા પાછલા બે માસથી લમ્પી વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. જેના કારણે મોટી સંખ્યામા ગૌવંશ મોતને ભેટયુ છે. જિલ્લામા પ્રથમ બાબરા તાલુકામા પશુઓમા લમ્પી વાયરસે દેખા દીધા હતા અને અહીના અનેક ગામોમા પશુઓના ટપોટપ મોત થયા હતા. ધીમેધીમે લમ્પી વાયરસ જિલ્લાના મોટાભાગના ગામોમા પ્રસર્યો હતો અને પશુઓ બિમાર પડવા લાગ્યા હતા. જેના કારણે આરોગ્ય તંત્ર પણ હરકતમા આવ્યુ હતુ અને પશુઓમા લમ્પી વાયરસ ન ફેલાય તે માટે જુદીજુદી ટીમો બનાવી કામગીરી હાથ ધરાઇ હતી.

પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામા પશુઓના રસીકરણની કામગીરી હાથ ધરાઇ હતી અને અત્યાર સુધીમા બે લાખ કરતા વધુ પશુને રસી આપવામા આવી હતી. બાબરા તાલુકા બાદ લમ્પી વાયરસે લાઠી રાજુલા તાલુકાને પણ ઝપટે લીધો હતો. અહી પણ અનેક પશુધન મોતને ભેટયુ હતુ. પશુપાલન વિભાગ દ્વારા માલધારીઓ અને ખેડૂતોને પોતાના માલઢોર અન્ય પશુઓથી અલગ રાખવા સહિત કાળજી લેવા પણ અનુરોધ કરાયો હતો. હાલ તો અત્યાર સુધીમા લમ્પીના કારણે તંત્રના ચોપડે 195 ગાયોના મોત નોંધાયા છે.

લમ્પિવાયરસ 300 ગામમાં પહોંચ્યો
જિલ્લાના 600થી વધુ ગામો પૈકી અડધો અડધ ગામોમા લમ્પી વાયરસ પશુધનમા પ્રવેશી ચુકયો છે. પશુપાલન વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે અત્યાર સુધીમા જિલ્લામા 300 ગામોમા લમ્પી વાયરસ દેખાયો છે.

અત્યાર સુધીમાં 2.88 લાખ પશુને રસીકરણ​​​​​​​
જિલ્લામા લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા પશુઓને રસીકરણની કામગીરી કરવામા આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા અત્યાર સુધીમા જિલ્લામા 2.88 લાખ પશુઓનુ રસીકરણ કરવામા આવ્યું છે. તંત્ર દ્વારા જિલ્લામા અત્યાર સુધીમા 3198 પશુઓની સારવાર કરવામા આવી છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...