તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માેટા જીંજુડા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત ,એકનું માેત

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો

સાવરકુંડલા તાલુકાના માેટા જીંજુડા નજીક ગઇકાલે સાંજના સુમારે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયાે હતાે. અકસ્માતમા અેક યુવકનુ માેત નિપજયું હતુ. જયારે અન્ય અેક યુવકને ઇજા પહેાંચતા સારવાર માટે દવાખાને ખસેડાયાે હતાે. અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવાઇ છે.

દેત્રડમા રહેતા વિનુભાઇ રાઘવભાઇ વાઘેલાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેનાે પુત્ર સુરેશ (ઉ.વ.25) કરીમભાઇ હાજીભાઇ લાડક (ઉ.વ.40) નામના યુવક સાથે તેના માેટર સાયકલ નંબર જીજે 04 કયુ 9278મા ગીરધરવાવથી પીઠવડી તરફ જઇ રહ્યાે હતાે. કરીમભાઇ માેટર સાયકલ ચલાવી રહ્યાં હતા.

તેઅાે માેટા જીંજુડા નજીક પહાેંચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે અાવી રહેલા બાઇક નંબર જીજે 01 અેમડી 9887ના ચાલક શિવા નાજાભાઇ કરમટીયાઅે અકસ્માત સર્જયાે હતાે. અકસ્માતમા સુરેશને ગંભીર ઇજા પહાેંચતા તેનુ માેત નિપજયું હતુ. જયારે કરીમભાઇને ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અે.અાર.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...