અકસ્માત:ચક્કરગઢ દેવળિયા પાસે ટ્રક અને વાન વચ્ચે અકસ્માત, 3ને ઇજા

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ચક્કરગઢ દેવળીયા પાસે વહેલી સવારે ખેત જણસ ભરી જઇ રહેલ પીકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહુલભાઈ સોનાભાઈ થણેસા, સાજીદભાઈ રહીમભાઈ મિયાપરા અને અજયભાઈ હકુભાઈ મકવાણાને  ઇજા થતાં તેમની 108 દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. હજુ આ  અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. જાણવા મળી રહ્યું છે કે ઘાયલોમાં બે લોકો મોરબી અને જામનગરના હતા.

અન્ય સમાચારો પણ છે...