અકસ્માત:ધારીના ઝર ગામના પાટીયા નજીક એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત, કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ

અમરેલી14 દિવસ પહેલા
  • કાર જસદણ તરફથી લગ્ન પ્રસંગમાં જતી હતી
  • અકસ્માતને પગલે અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા

અમરેલી જિલ્લાના ધારીના ઝર ગામના પાટિયા પાસે ધારી કૃષ્ણનગર એસ.ટી.બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. કાર જસદણ તરફથી આ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જતી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.

દિવાળીના તહેવાર બાદ નાના-મોટા અકસ્માતોની ઘટના વધી રહી છે. છેલ્લા 1 અઠવાડિયાથી સતત અકસ્માતોની ઘટના સામે આવી હતી. ત્યારે હાલમાં લગ્નની સિઝન પણ શરૂ થઈ છે, જેથી હાઇવે ઉપર વાહનોની સંખ્યા પણ વધી રહી છે અને ટ્રાફિક પણ વધી રહ્યો છે. તેના વચ્ચે લોકો પોતાનાં વાહનો પુરપાટ ઝડપે ચલાવી રહ્યા છે, જેના કારણે અકસ્માતોની ઘટનાઓ જોવા મળી હતી.

અમરેલી જિલ્લામાં ધારીના ઝર ગામના પાટિયા પાસે ધારી કૃષ્ણનગર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ઘટતાં ટળી હતી. પરંતુ કારમાં વ્યાપક નુકસાન પણ ગયું હતું. અકસ્માતને પગલે અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને બંને વાહનો રસ્તા વચ્ચેથી દૂર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના સમાચાર મળતાં ધારી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતને લઈ તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ અકસ્માતનો ગુનો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...