અકસ્માત:બગસરામાં એસ.ટી અને બાઈક વચ્ચે એક્સિડન્ટ, બાઈક સવાર 2 વ્યક્તિને ઈજા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને પ્રથમ બગસરા અને ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં રીફર કરાયા અકસ્માતને લઈ સ્થાનિકોમાં એસ.ટી.સામે નારાજગી

અમરેલીના બગસરા શહેરમાં આજે સોમવારે માંગરોળથી અમરેલી રૂટની એસ.ટી. બસનો બગસરા શહેરમાં બાઈક સાથે અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવાર ભાઈ અને બહેનને ઈજા પહોંચી હતી.

બગસરા શહેરમાં એસ.ટી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બન્ને ઈજાગ્રસ્તોને પ્રથમ બગસરા અને ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં રીફર કર્યા છે. જ્યાં બન્નેની સારવાર ચાલી રહી છે. અકસ્માત સર્જાતા એસ.ટી.માં સવાર મુસાફરોમાં પણ અફડા-તફાડી સર્જાઈ હતી. એસ.ટી.બસને કાબુમાં લેવા માટે ડ્રાઈવરે બ્રેક મારતા મુસાફરો અંદરો અંદર અથડાયા હતા.

આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં એસ.ટી. સામે નારાજગી જોવા મળી રહી છે. આ ઘટના બાદ પોલીસ પણ દોડી આવી હતી. જોકે, હજુ સુધી ગુનો નોંધાયો નથી. જોકે, પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે.

અમરેલી શહેરમાં થોડા દિવસો પહેલા એસ.ટી.બસે વેપારીઓના દુકાન ઉપર રહેલા છાપરા ઉડાડ્યાં હતા. જેમાં દુકાનદારોને ઘણા અંશે નુકસાન થયુ હતું. આ ઘટનાક્રમમાં સીસીટીવીમાં કેદ થયો હતો. આ ઘટનાને લઈને પણ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...