દુર્ઘટના:નાના ભંડારિયા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત : એકનું મોત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત થતા જ બાઈક અને કાર ખાળિયામાં ખાબકી : 2 લોકોને ઈજા

નાના ભંડારીયાથી મોટા આંકડીયા તરફ જતા માર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું હતું. તો બે લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ કાર અને બાઈક ખાળિયામાં ખાબકી હતી.

અમરેલી તાલુકા પોલીસ મથકમાં સાવરકુંડલાના મોમાઈપરા જુના ગાધકડા રોડ પર રહેતા ઘનશ્યામભાઈ હિરાભાઈ સોરીયાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે અને તેનો નાનો ભાઈ મયુર તથા તેના કાકાનો દિકરો અજય જયરામભાઈ સોરીયા બાઈક નંબર જી.જે.13 એપી 7364 લઈને સાવરકુંડલાથી કમરકોટડા જઈ રહ્યા હતા.

ત્યારે નાના ભંડારીયાથી મોટા આંકડીયા રોડ પર લુણીધારના ચિરાગ વિનુભાઈ હિરપરાએ કાર નંબર જી.જે. 01. કેજી 9931એ કારને બફીકરાઈ રીતે ચલાવી બાઈક સાથે અકસ્માત સર્જયો હતો. અકસ્માત દરમિયાન બાઈક અને કાર ખળિયામાં ખાબકી હતી.

બાઈક પર સવાર ત્રણેય ઘનશ્યામભાઈ સોરીયા, મયુરભાઈ સોરીયા અને અજયભાઈ સોરીયાને ઈજા પહોંચતા પ્રથમ અમરેલી સીવીલ હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. મયુરભાઈ હિરાભાઈ સોરીયાને ગંભીર ઈજા થયેલ હોવાથી તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે કાર ચાલક સામે ગુનો નોંધાતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.વી.સરવૈયા વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...