ચણાની ખરીદી:સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે ચણાની ટેકાની ખરીદી વેગમાં

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડના પ્રમુખ, કિસાન અાગેવાનાેઅે ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી

અમરેલી જિલ્લામા તંત્ર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદીનાે અારંભ થયાે છે. ત્યારે અાજે યાર્ડના સતાધીશાે તથા કિસાન અાગેવાનાેઅે અા ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી. અમરેલી જિલ્લામા અાેણસાલ ચણાનુ વિક્રમજનક વાવેતર થયુ હતુ. જેના કારણે ચણાનાે બમ્પર પાક પણ થયાે છે. ચણા માટે વાતાવરણ સારૂ રહેતા ચણાનાે પુષ્કળ પાક ઉતર્યાે છે. સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાયા બાદ હાલમા અમરેલી જિલ્લાના જુદાજુદા ખરીદ કેન્દ્રાે પરથી ચણાની ટેકાની ખરીદી કરવામા અાવી રહી છે.

સાવરકુંડલા માર્કેટીંગયાર્ડ ખાતે પણ ચણાની ટેકાની ખરીદી વેગમા છે. ત્યારે સાવરકુંડલા યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણીઅે અન્ય અાગેવાનાે સાથે અાજે ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. બીજેપીના પ્રદેશ પ્રવકતા મહેશભાઇ કસવાળા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતીના ચેરમેન પુનાભાઇ ગજેરા, યાર્ડના સેક્રેટરી રમેશભાઇ રાદડીયા, તાલુકા ભાજપ મંત્રી જતીનભાઇ માલાણી, સતીષભાઇ મહેેતા, ચંદુભાઇ કસવાલા વિગેરે અાગેવાનાેઅે અા ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતાેને કાેઇ મુશ્કેલી પડી રહી છે કે કેમ તેની જાણકારી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...