અમરેલીની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બેાર્ડની કચેરીમા અધિકારી તો ઠીક પણ કલાર્કના ટેબલો પર પણ એસીની સુવિધા નિયમ બહાર ઉભી કરી દેવામા આવી છે. જેના કારણે ત્રણ વર્ષથી સરકાર પર બિનજરૂરી રીતે વિજ બીલનુ ભારણ આવી રહ્યું છે. અમરેલીની પાણી પુરવઠા બોર્ડની આ કચેરી લાઠી રોડ પર જશોદાનગરમા આવેલી છે. અહી કાર્યપાલક ઇજનેરની ચેમ્બરમા તો એસી લગાવાયુ જ છે.
પરંતુ તેમની ચેમ્બરની આજુબાજુમા બેસતા કલાર્કના ટેબલની ઉપર પણ ત્રણ એસી મુકી દેવાયા છે. તારીખ 12/10/2019થી અહી આ કચેરીમા ત્રણ જગ્યાએ નિયમ વિરૂધ્ધ એસી લગાવાયા છે. આના કારણે આટલા સમયથી પાણી પુરવઠા બોર્ડને વિજ બીલનો આર્થિક ભારણ આવી રહ્યું છે. અહી નિયમ બહાર એસી મુકાયા હોવા છતા સ્થાનિક અધિકારી આંખ આડા કાન કરી રહ્યાં છે. જેને પગલે દેવળીયાના અગ્રણી નાથાલાલ સુખડીયાએ બોર્ડના સચિવને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.