અમરેલીની એક આંગડીયા પેઢીમા નોકરી કરતો શખ્સ ચારેક વર્ષ પહેલા રૂપિયા 11 લાખ અને બાઇકની ચોરી કરી નાસતો ફરતો હોય એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે તેને અમદાવાદમાથી ઝડપી પાડયો હતો. અમરેલીમા શેઠ મહેન અરવિંદભાઇ આંગડીયા પેઢીમા નોકરી કરતો અને મુળ સંડેર જિલ્લો પાટણ અને હાલ અમદાવાદ મેમનગરમા રહેતો રમેશ મોહનભાઇ ચાંડેસરા (ઉ.વ.43) નામનો શખ્સ ચારેક વર્ષ પહેલા આંગડીયા પેઢીમાથી રૂપિયા 11 લાખ અને એક બાઇકની ચોરી કરીને લઇ ગયો હતો અને ત્યારથી આજદિન સુધી નાસતો ફરતો હતેા.
જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી એલસીબીના પીઆઇ એ.એમ.પટેલ અને પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કે.જી.મયા અને ટીમ દ્વારા આ શખ્સને અમદાવાદ મેમનગર નજીકથી ઝડપી પાડયો હતો અને સીટી પોલીસ મથકના હવાલે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.