તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પ્રદર્શન:સુરતના કોર્પોરેટર સાથે ગેરવર્તન મામલે 'આપ' દ્વારા બગસરામાં ભાજપ સામે વિરોધ પ્રદર્શિત કરાયો

અમરેલી17 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગત 29 તારીખે સુરત મહાનગર પાલિકાના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરો અને પુરુષ ઉપર અત્યાચાર અને અભદ્ર વ્યહાર મામલે આપ પાર્ટીમાં રોષ ફાટી નીકળ્યો છે.

જ્યારે આજે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત અમરેલી જિલ્લાના બગસરામા પડ્યા છે. અહીં મોટી સંખ્યામા આપ પાર્ટીના લોકો એકઠા થઈ ને ભાજપના સી.આર.પાટીલ અને ભાજપ સામે વિરોધ પ્રદશન કર્યું હતુ. સુત્રોચાર કરી વિરોધ પ્રદશન કરાયુ હતુ. મોટી સંખ્યામાં પોસ્ટરો સાથે સી.આર.પાટીલ ના ફોટા રાખી રોષ વ્યકત કરી ઉગ્ર સૂત્રો લખી વિરોધ પ્રદશન કરાયુ હતુ, બીજી તરફ બગસરા પંથક પાટીદારોનો ગઢ મનાય છે અને ભૂતકાળ મા પાટીદાર આંદોલન સમયે બગસરા પંથક એ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી હતી સુરત ની ઘટના ને બગસરા આપ દ્વારા વખોડી કાઢી વિરોધ પ્રદશન કરાયુ હતુ.

આપ સાથે સુરતમા અભદ્ર વર્તન કરાયું - બીપીન વઘાસીયાઆપ પાર્ટી બગસરા ના આગેવાન બીપીન વઘાસીયા એ કહ્યું આમ આદમી પાર્ટી ના કોર્પોરેટરરોઉપર અત્યાચાર થયો છે તેને અમે સખ્ત શબ્દો મા વખોડી કાઢયે છીએ અભદ્ર વર્તન કર્યું છે અને આ ભાજપ ની તાનાશાહી નહિ ચાલે તેની સામે વિરોધ કરવા આમ આદમી પાર્ટી નો જન્મ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો