નવતર વિરોધ:નવરાત્રીના પાસ પર 18 ટકા GST વસૂલવાનો નિર્ણય કરાતા આપનો વિરોધ, અમરેલીમાં ગરબે ઘૂમી વિરોધ નોંધાવ્યો

અમરેલી5 દિવસ પહેલા
  • વિરોધ કરી રહેલા આપના 30 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી

રાજય સરકાર દ્વારા ગુજરાતમાં રાસ ગરબાના પાસ- ટિકિટ ઉપર 18 ટકા જી.એસ.ટી.લગાવવાના મુદ્દે વિરોધનો સૂર ઉઠ્યો છે. ખેલૈયાઓ અને આયોજકોમાં નારાજગી ઉઠતા આમ આદમી પાર્ટી દ્વારા પણ મહાનગરોમાં વિરોધ દર્શાવ્યો છે. ત્યારે અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત બની રહ્યું છે. વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવા સમયે આપ પાર્ટી અમરેલીમાં ભાજપ કોંગ્રેસ બંને સામે આક્રમણ રીતે વિરોધ દર્શાવી પ્રજા વચ્ચે જવાનો પ્રયાસ કરી રહી છે. આજે અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારો, કાર્યકરો, યુવતીઓ, મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી નવરાત્રીના પહેરવેશમાં આવી અહીં રાસ ગરબા માર્ગ ઉપર શરૂ કરી જી.એસ.ટી.મુદે વિરોધ કર્યો હતો. આ ઘટનાની જાણ અમરેલી સીટી પોલીસને થતા પોલીસ દોડી આવી અને 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા
આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં જી.એસ.ટી.હટાવવા માટે ભાજપ સરકાર સામે સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જી.એસ.ટી.માં 18 ટકા વધારો દૂર કરવાની માંગ કરાઈ હતી. જેમાં કેટલીક યુવતીઓ જોડાય હતી અને આમ આદમી પાર્ટીને સમર્થન પણ મળ્યું હતું.

કૉંગ્રેસ કરતા 'આપ' દ્વારા વધુ વિરોધ કરાઈ રહ્યો છે
ભાજપ સરકાર સામે કોંગ્રેસ વિરોધ કરી શકતી નથી. પરંતુ આમ આદમી પાર્ટી ગમે ત્યારે વિરોધ કરવાનું ચૂકતી નથી. અમરેલી શહેર અને આસપાસના તાલુકામાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન અહીં મળી રહ્યું છે. આવતી વિધાન સભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મોટી રાજકીય પાર્ટીઓની મુશ્કેલી વધારી શકે છે.

અન્ય સમાચારો પણ છે...