બેઠક:અમરેલીમાં આમ આદમી પાર્ટી તાલુકા અને શહેરના હોદ્દેદારોની બેઠક મળી, કાર્યકરોને લોક સેવાના કામે લાગવા સૂચના અપાઇ

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામા આમ આદમી પાર્ટી સક્રિય થતા કોંગ્રેસની ચિંતા વધી

આવનાર વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીને હજુ દોઢ વર્ષ કરતા વધુ સમય બાકી છે, પરંતુ તે પહેલા સૌથી પહેલા આમ આદમી પાર્ટી વધુ સક્રિય થઈ છે. સતત તાલુકા અને શહેરમાં હોદેદારોની નિમણુક અને સંગઠન મજબૂત કરવા માટે કેટલીક મહિલાઓ પણ સક્રિય જોવા મળી રહી છે. અમરેલી શહેર અને તાલુકાના હોદેદારો કાર્યકરોની બેઠક મળી હતી. જેમા અત્યારથી તાલુકામા લોકસેવા કાર્યો સતત કરવા સૂચના આપી દેવાઇ હતી.

આ બેઠકમાં કેટલીક સ્થાનિક રાજકીય રણનીતિઓ બાબતે પણ સર્ચા વિચારણા કરાય હતી અને લોકોની સમસ્યા પ્રશ્નનો સતત ઉજાગર કરતા રેહવા સહિત બાબતો પર સર્ચા ઓ કરાય હતી. બીજી તરફ આમ આદમી પાર્ટી સક્રિય થતા કોંગ્રેસ પણ સક્રિય થઈ છે અને હોદેદારો કારોબારીની બેઠકો અગાવથી શરૂ કરી દેવાઇ છે. આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના દિગ્ગજોની ચિંતા ચૂંટણી પહેલા વધારી દેવાઇ છે. કોંગ્રેસ દ્વારા અમરેલી, લાઠી, સાવરકુંડલા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા અગાવ બેઠકો કરી દેવાઇ છે અને જરૂરી સૂચના પણ કાર્યકરોને આપી દેવાઇ છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીને આવતા દિવસોમાં કેટલો ફાયદો થાય છે કે આદમી પાર્ટીના કારણે કોને કેટલું નુકસાન અને ફાયદો તે તો આવતા દિવસોની ચૂંટણી સમયે જ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

ચૂંટણી સમયે અનેક નિષ્ક્રિય દિગ્ગજો જોડાઇ શકે છે?

આમ આદમી પાર્ટીની તમામ ગતિવિધિ અને કેવા પ્રકારની રણનીતિ છે તેના ઉપર અનેક વરિષ્ઠ નેતાઓ દિગ્ગજો નજર રાખી રહ્યા છે ત્યારે કેટલાક નેતાઓ પોતાની પાર્ટીમાં નિષ્ક્રિય છે તે નેતાઓ અંતિમ ચૂંટણીના દિવસોમાં મેદાનમાં આવી આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.

અમરેલી જિલ્લામા આપનુ અત્યારે કેટલુ વર્ચસ્વ?

હાલ આમ આદમી પાર્ટીનુ સૌથી વધુ અમરેલી જિલ્લામા બગસરા તાલુકામા, સાવરકુંડલા શહેર અને વડીયા કુંકાવાવ વિસ્તાર, બાબરા ગ્રામ્ય આ વિસ્તારમાં અત્યારથી આપ પાર્ટી વધુ સક્રિય છે અને તેમની લોક ચાહના પણ વધુ પડતી જોવા મળી રહી છે. તેને લઈ આપમા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈ કોંગ્રેસના વિપક્ષ નેતા સહિત અનેક દિગ્ગજો ચિંતામા જોવા મળી રહ્યા છે.