અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલો મહુવા રોડ પર વરસાદને કારણે મસમોટા ખાડા પડી ગયા હતા. જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વાંરવાર રજૂઆતો કરી હોવા છતા પણ કોઈ ધ્યાન નહિ આપતા શહેરના લોકો અને આસપાસના દુકાનદારો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી હવે આ ખરાબ રસ્તાને લઈ મેદાનમાં આવી છે.
લોકો આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છેઆપ પાર્ટી દ્વારા સ્વખર્ચે મોટો ટ્રક બોલાવી આ રોડ પર માટી નખાવી હતી. કાર્યકરોએ જાતે જ રોડ પર માટી પાથરી હતી. જેને લઈ રાજુલા શહેરમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા ટીમને ચિંતા વધી હતી. જેથી તે ટીમ પણ ટ્રેક્ટરો સાથે માટી લઈ ત્યાં પહોંચી હતી. ત્યારે આમ પાર્ટી દ્વારા કરવામાં આવેલા આ સરાહનીય કાર્ય બદલ શહેરમાં પાર્ટીની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. રાજુલા શહેરમાં આપ પાર્ટીના યુવાનો કાર્યકરો જાહેરમાં લોકોની મદદ માટે કામગીરી કરતા શહેરના અનેક લોકો આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.