ચૂંટણીની તૈયારીઓ:અમરેલીમાં ભાજપના રાષ્ટ્રીય મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાની ઉપસ્થિતિમાં યુવા કાર્યકરતાનું સંમેલન યોજાયું

અમરેલી23 દિવસ પહેલા
  • 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પાંચેય બેઠકો કબ્જે લેવાનો સંકલ્પ લેવાયો

ગુજરાતમાં 2022 વિધાન સભા ચૂંટણી સંદર્ભે અમરેલીમાં તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આજે શહેરમાં રાષ્ટ્રીય ભાજપ મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાની ઉપસ્થિતિ વચ્ચે યુવા કાર્યકરતાનું સંમેલન મળ્યું હતું. જેમાં જિલ્લાની પાંચેય બેઠક પરથી યુવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જય જય રામના નારા લાગ્યા
આ બેઠકમાં રાષ્ટ્રીય યુવા મોરચા પ્રમુખ તેજસ્વી સૂર્યાનું યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળની ટીમ દ્વારા ગદા આપી જય જય રામના નારા લગાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ. યુવા ભાજપનું આ પ્રથમ શક્તિ પ્રદશન યોજવામાં આવ્યું હતું.

2022માં પાંચેય બેઠકો કબ્જે કરવાનો હુંકાર કરાયો
અમરેલીના દિલીપ સંઘાણી, સાંસદ નારણ કછડિયા સહિત નેતાઓ દ્વારા અમરેલીમાં આવેલી પાંચેય બેઠકો કબ્જે કરવા માટેનો સંકલ્પ લેવાયો હતો અને ચૂંટણીના હુંકાર આ બેઠકમાં જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...