અકસ્માત:સ્વામીનારાયણ મંદિરના બિલ્ડીંગ પરથી નીચે પડતાં યુવકને ગંભીર ઇજા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મજુરી કામે ગયેલા યુવકે પીઓપીની છત પર પગ મુકતા છત તૂટતા સર્જાયો અકસ્માત
  • ઘાયલ થયેલા યુવકને પ્રથમ અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો

ધારીમા નવી વસાહતમા રહેતો એક યુવક અહીના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના યોગીઘાટ પર બિલ્ડીંગના પતરાનો શેડ બનાવવા મજુરી કામે ગયો હતો. આ યુવક બીજા માળે પીઓપીની છત પર પગ મુકતા છત તુટી પડતા નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. યુવકનુ બીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થયાની આ ઘટના ધારીમા બની હતી.

અહીની નવી વસાહતમા રહેતા અરબાજખાન યાકુબખાન પઠાણ નામનો યુવક તારીખ 7ના રોજ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના યોગીઘાટ પર બિલ્ડીંગના ત્રીજા માળ ઉપર પતરાનો શેડ બનાવવા મજુરી કામે ગયો હતો. તે સવારે દસેક વાગ્યે બીજા માળેથી ગ્રાઇન્ડર મશીનનુ બોડ તથા વાયર લેવા માટે ગયો હતો.

આ યુવકે બીજા માળે પીઓપીની છત ઉપર પગ મુકાઇ જતા છત તુટતા અકસ્માતે નીચે પટકાતા તેમને માથામા ગંભીર ઇજા પહોંચતા હેમરેજ થઇ ગયુ હતુ. યુવકને સારવાર માટે પ્રથમ ધારી અને બાદમા અમરેલી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...