અકસ્માત:જાફરાબાદમાં બળદ સાથે બાઇક અથડાતા યુવકનું મોત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક લઇ ઘરે પરત ફરી રહ્યાે હતાે ત્યારે સર્જાયાે અકસ્માત

જાફરાબાદમા રહેતાે એક યુવક પાેતાનુ બાઇક લઇને કામ સબબ વાપરીયાપરામા ગયાે હતાે. પરત ફરતી વખતે બાઇક બળદ સાથે અથડાતા તેનુ ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. અહી રહેતા વિજયભાઇ નારણભાઇ બારૈયા (ઉ.વ.36) નામનાે યુવક પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 14 એએચ 6643 લઇને રાત્રીના અગિયારેક વાગ્યે વાપરીયાપરામા ગયાે હતાે. આ યુવક બાઇક લઇને પરત ઘરે ફરી રહ્યાે હતાે ત્યારે રસ્તામા બળદ સાથે બાઇક અથડાયુ હતુ. જેને પગલે યુવકને ગંભીર ઇજા પહાેંચી હતી.

યુવકને સારવાર માટે પ્રથમ જાફરાબાદ દવાખાને ખસેડવામા આવ્યાે હતાે. જયાંથી વધુ સારવાર માટે મહુવા હાેસ્પિટલ અને બાદમા ભાવનગર દવાખાને રિફર કરાયાે હતાે. જાે કે તેનુ રસ્તામા જ માેત થયુ હતુ. બનાવ અંગે કૈલાશ નારણભાઇ બારૈયાઅે જાફરાબાદ પાેલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...