વિવાદ:ઘર બહાર ગાળો બોલવાની ના પાડતા યુવક પર પાઇપ વડે હુમલો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બગસરાની ઘટના: ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી
  • સાવરકુંડલામાં યુવક પર કુહાડી વડે હુમલો કરી બોલાચાલી કરી

બગસરામા મફતીયાપરા વિસ્તારમા રહેતા હરેશભાઇ નાગજીભાઇ ચારોલા (ઉ.વ.22) નામના યુવાને બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ અને તેના પત્ની બંને સાંજના ઘરે હતા ત્યારે ઘરની બહાર કિશોર નનુ ચારોલા નામનો શખ્સ ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી.

જેને પગલે આ શખ્સે કહેલ કે તારે શું છે હું ગમે તેમ બોલુ કહી બોલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એસ.બી.ખાચર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

બીજી તરફ સાવરકુંડલામા દાસી જીવણ સોસાયટીમા રહેતા રાહુલભાઇ હિમતભાઇ ગલસાણીયા (ઉ.વ.19) નામના યુવાને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે પ્રકાશ મોહનભાઇ બારૈયા નામનો શખ્સ તેની સાથે ખોટી રીતે બોલાચાલી કરી ઝઘડો કરતો હોય અને તેની બહેન બાબતે ખોટી શંકા વહેમ રાખી માથાકુટ કરી બોલાચાલી કરી હતી.

આ શખ્સે કુહાડી વડે માથામા ઇજા પહોંચાડી હતી. તેમજ રાહુલભાઇના માતા પિતાને પણ ઢીકાપાટુનો મારમારી ગાળો દીધી હતી. ઉપરાંત મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ડાભી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...