જાફરાબાદ તાલુકાના વઢેરામા રહેતો એક યુવક પોતાના ઘરેથી જમીને નીકળી ગયા બાદ પરત નહી ફરતા પરિવારે શોધખોળ કરી હતી. આ યુવક વાડીએ બેભાન હાલતમા મળી આવતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતની આ ઘટના જાફરાબાદ તાલુકાના વઢેરામા બની હતી. અહી રહેતા નાનજીભાઇ રામભાઇ બાંભણીયા (ઉ.વ.32) નામનો યુવક ગઇકાલે ઘરેથી બપોરે જમીને નીકળ્યા બાદ બીજા દિવસે બપોર સુધી પરત ફર્યો ન હતો. જેને પગલે પરિવારે તેની શોધખોળ કરી હતી.
આ યુવક તેની વાડીએ બેભાન હાલતમા મળી આવ્યો હતો. યુવકને સારવાર માટે જાફરાબાદ સરકારી દવાખાને ખસેડવામા આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકનુ કોઇ અગમ્ય કારણોસર મોત થયુ હતુ. બનાવ અંગે મહેશભાઇ બાબુભાઇ બાંભણીયાએ જાફરાબાદ પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ પી.વી.પલાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.