દુઃખદ:લોખંડનાં ઘોડા પરથી નીચે પટકાતા યુવકનું મોત થયું

અમરેલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેલ્ડીંગ કામ કરતી વખતે બનાવ બન્યો

અમરેલી તાલુકાના કેરીયાનાગસમા રહેતો એક યુવક અહી શીંગદાણાના કારખાનામા છત પર શીટનુ વેલ્ડીંગ કામ કરી રહ્યો હતો ત્યારે લોખંડના ઘોડા પરથી નીચે પટકાતા તેનુ મોત નિપજયું હતુ.યુવકના મોતની આ ઘટના અમરેલી તાલુકાના કેરીયાનાગસમા બની હતી.

અહી રહેતા ભીમાભાઇ લાખાભાઇ બાંભણીયા (ઉ.વ.25) નામનો યુવક તેમજ અન્ય લોકો સુરેશભાઇ ગારીયાના શીંગદાણાના કારખાનામા શેડનુ કામ કરી રહ્યાં હતા. ભીમાભાઇ લોખંડના ઘોડા પર ચડી છતમા વેલ્ડીંગનુ કામ કરી રહ્યાં હતા.

ત્યારે ઘોડો ફેરવવા જતા તેઓ નીચે પટકાયા હતા અને તેના માથે ઘોડો પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનુ મોત થયુ હતુ. બનાવ અંગે ધર્મેશભાઇ પાંચાભાઇ પરમારે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઇ એસ.ડી.જેઠવા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...