દુર્ઘટના:રાજુલા તાલુકાનાં ચાંચબંદરની ખાડીમાં હોડીમાંથી પડી જતા યુવકનું ડૂબી જતાં મોત

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકનાં મોતથી પરિવારજનોમાં શોક

રાજુલા તાલુકાના ચાંચબંદરમા રહેતો એક યુવક દરિયાની ખાડીમા હોડીમા બેઠો હતો ત્યારે અચાનક ચક્કર આવી જતા તે પાણીમા પડી જતા તેનુ ડૂબી જવાથી મોત નિપજયું હતુ. દરિયાની ખાડીમા પડી ડૂબી જતા યુવકના મોતની આ ઘટના રાજુલાના ચાંચબંદરમા બની હતી. અહી રહેતો ગોપાલભાઇ વિજાભાઇ ચૌહાણ (ઉ.વ.38) નામનો યુવક દરિયાની ખાડીમા નાની હોડીમા બેઠો હતો.

ત્યારે અચાનક તેને ચક્કર આવતા તે પાણીમા પડી ગયો હતો. જેના કારણે તેનુ ડૂબી જવાથી મોત નિપજયું હતુ. બનાવ અંગે સોમાતભાઇ ચૌહાણે મરીન પીપાવાવ પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ એમ.કે.મકવાણા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...