અકસ્માત:દેરડી નજીક બાઇક, પીકઅપ વાન અથડાતાં યુવકનું મોત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસ વધુ તપાસ હાથ ધરી
  • અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટ્યો

લાઠી તાલુકાના જાનબાઇ દેરડીથી ઢસા તરફ જવાના રસ્તે ગઇકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે બાઇક અને છોટા હાથી વાહન વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનુ મોત નિપજયું હતુ. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટયો હતો. અકસ્માતની આ ઘટના લાઠી તાલુકાના જાનબાઇ દેરડીથી ઢસા તરફ જવાના રસ્તે બની હતી. અહીથી મોટર સાયકલ નંબર જીજે 14 એએન 6670 લઇને પસાર થઇ રહેલા ગોરધનભાઇને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા છોટા હાથી વાહન નંબર જીજે 33 ટી 2389ના ચાલકે અકસ્માત સર્જયો હતો. અકસ્માતમા ગોરધનભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનુ મોત નિપજયું હતુ. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટયો હતો. બનાવ અંગે સોંડાભાઇ ધીરૂભાઇ રાઠોડે અકસ્માત સર્જનાર ચાલક સામે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એએસઆઇ જે.બી.કંડોળીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...