તપાસ:સાવરકુંડલા તાલુકાના મેકડામાં યુવકનો કુવામાં પડી આપઘાત

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીદ્દી સ્વભાવના કારણે ભરેલું પગલું

સાવરકુંડલા તાલુકાના મેકડામા રહેતો એક યુવક કોઇ કામ ધંધો કરતો ન હોય અને જીદી સ્વભાવના કારણે તેણે પોતાની મેળે કુવામા ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, યુવકના આપઘાતની આ ઘટના સાવરકુંડલા તાલુકાના મેકડામા બની હતી. અહી રહેતા અશોકભાઇ ધીરૂભાઇ પરમાર (ઉ.વ.24) નામના યુવકે કુવામા પડી જઇ જીવન ટુંકાવી લીધુ હતુ.

બનાવ અંગે મૃતક યુવકના પિતા ધીરૂભાઇ પોપટભાઇ પરમારે વંડા પોલીસ મથકમા જણાવ્યું હતુ કે તેનો પુત્ર કોઇ કામ ધંધો કરતો ન હોય અને રખડુ જીવન જીવતો હતો. તેણે પોતાના જીદી સ્વભાવના કારણે કુવામા પડી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એસ.જે.કામળીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...