તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ચિત્તલ નજીક વાહને બાઇકને ઠોકર મારતા યુવતીનું ઘટના સ્થળે જ મોત

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોખલાણાના આધેડને ઇજા
  • અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો

ચિતલમા પેટ્રોલપંપના વળાંક પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને ઠોકર મારતા જસદણના ગોખલાણાથી શેડૂભાર ગામે પિતા સાથે જઇ રહેલી પુત્રીનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે તેના પિતાને ઇજા પહોંચતા દવાખાને ખસેડાયા છે. યુવતીનો ભોગ લેનારી જીવલેણ અકસ્માતની આ ઘટના અમરેલી તાલુકાના ચિતલ ગામે પેટ્રેાલપંપના વળાંકમા ગઇકાલે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે બની હતી. જસદણ તાલુકાના ગોખલાણા ગામના મીઠાભાઇ તળશીભાઇ બેરાણી નામના આધેડ પોતાની 26 વર્ષીય પુત્રી પુરીબેનને મોટર સાયકલ પર બેસાડી અમરેલી તાલુકાના શેડૂભાર ગામે જવા નીકળ્યાં હતા. આ પુરીબેન શેડૂભારમા કામધેનુ યુનિવર્સિટીમા નોકરી કરતા હતા અને રક્ષાબંધનના પર્વ પર ત્રણેક દિવસથી પોતાના ઘરે ગોખલાણા ગયા હતા. સવારે તેના પિતા બાઇક પર પરત શેડૂભાર ગામે મુકવા જઇ રહ્યાં હતા ત્યારે ચિતલમા અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકર મારી હતી. અકસ્માતના કારણે પિતા પુત્રી ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમા પુરીબેનનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે તેમના પિતા મીઠાભાઇને ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. ગોખલાણાના રણછોડભાઇ તળશીભાઇ બેરાણીએ આ બારામા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...