અકસ્માત:નાગેશ્રી નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માતમાં યુવતિનું મોત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 વ્યકિતને નાની મોટી ઇજા પહોંચી : અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટ્યો

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી નજીક ટોલનાકા પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવતીનુ મોત નિપજયું હતુ. જયારે અન્ય 15 વ્યકિતને નાની મોટી ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. અકસ્માતની આ ઘટના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી નજીક ટોલનાકા પાસે બની હતી. અહીથી પસાર થતા ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમા બેાલેરોમા બેઠેલા 16 મજુરોને ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે રાજુલા દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાં વનિતાબેન છગનભાઇ મકવાણા (ઉ.વ.20) નામની યુવતીનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટયો હતો. બનાવ અંગે છગનભાઇ લાખાભાઇ મકવાણાએ ટ્રક ચાલક સામે નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ કે.એસ.ડાંગર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...