તપાસ:ટીંબીમાં ભાડાના મકાનમાં રહેતો પોસ્ટમેન યુવક ગુમ

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાને ફોન પર કહ્યું હું ફઇના ઘરે જાઉં છું

મુળ બાબરા તાલુકાના ચમારડી અને હાલ જાફરાબાદના ટીંબીમા ભાડાના મકાનમા રહેતા પોસ્ટમેન યુવકે તેના ફઇના ઘરે અમરેલી જાઉ છું કહી ગુમ થઇ જતા આ અંગે યુવકના પિતાએ નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

બાબરા તાલુકાના ચમારડીમા રહેતા અને મંડપનો ધંધો કરતા ભરતભાઇ વેણીશંકરભાઇ મહેતા (ઉ.વ.57) નામના આધેડે નાગેશ્રી પોલીસમ મથકમા જણાવ્યુ હતુ કે તેનો દીકરો તેજસ (ઉ.વ.26) જાફરાબાદના ટીંબી ગામે પોસ્ટ ઓફિસમા પોસ્ટમેન તરીકે નોકરી કરે છે.

તેજસે તારીખ 28ના રોજ સાંજના સવા પાંચેક વાગ્યે તેના પિતા ભરતભાઇને ફોન કરી કહેલ કે હું મારા ફઇના ઘરે અમરેલી જાઉ છું બાદમા તે ગુમ થઇ ગયો હતો. તેજસ ટીંબીમા ભાડાના મકાનમા રહેતો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...