અકસ્માત:રાજુલામાં મકાનના પતરા પર કામ કરી રહેલા યુવકને વીજશોક લાગતા મોત

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના ભાઈ એ રાજુલા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપી

અમરેલીના રાજુલામાં મકાનના પતરા પર મૂંઢડીનું કામ કરી રહેલો યુવક જીવતા વીજ વાયરને અડી જતા મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈને આ બાબતની જાણ થતા તેને રાજુલા પોલીસ સ્ટેશન પર જાણ કરી હતી અને જેને પગલે પોલીસે ઘટના સ્થળ પર આવી પ્રાથમિક તાપસ કરીને મૃતકની લાશને પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

રાજુલાના વતની દિલીપભાઈ ભીખાભાઇ જાદવ ઉમર વર્ષ આશરે 30 રાજુલામાં જ બીડી કામદારના મકાનના પતરા ઉપર ચડીને મૂંઢડીનું કામ કરી રહ્યા હતા અને આ કામ કરતા હતા તે જ દરમિયાન મકાન ઉપરથી ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ (GEB)નો વાયર આ મકાન ઉપરથી પસાર થતો હોવાની જાણ ન રહેવાને કારણે દિલીપભાઈ જાદવનો જમણો હાથ આ વાયરને અડી જતા તેને શરીરમાં ભયંકર વીજશોક લાગ્યો હોવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ તેના મોટા ભાઈ મનુભાઇ ભીખાભાઇ જાદવને કરવામાં આવી હતી અને મનુભાઈ ઘટના સ્થળે પહોંચીને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા રાજુલા પોલીસઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે રાજુલા પોલીસ દ્વારા CRPC ક.174મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...