બાબરા તાલુકાના ગળકોટડીમા રહેતો એક યુવક રીસામણે ગયેલી પત્નીને તેડવા ધામેલ ગામે ગયો હોય જયાં પત્ની કોઇ અન્ય યુવક સાથે બેઠી હોય તે મુદે ઠપકો આપતા તે યુવકે બોલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડતા આ બારામા તેની સામે દામનગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
યુવકને મારમાર્યાની આ ઘટના દામનગરના ધામેલમા બની હતી. બાબરાના ગળકોટડીમા રહેતા દિલીપભાઇ બાલાભાઇ ખટાણા (ઉ.વ.40) નામના યુવકે દામનગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તારીખ 31ના રોજ તેના પત્ની રીસામણે ધામેલ ગામે પિયરમા હોય તેને તેડવા માટે ગયો હતો.
તેના સસરાના ઘરની બાજુમા એક ઘરમા તેની પત્ની ગામના બાલા ભરવાડ નામના શખ્સ સાથે બેઠી હોય તેને કહેલ કે અહી તુ શું કરે છે. જેથી બાલા ભરવાડે તેની સાથે બોલાચાલી કરી હતી. આ શખ્સે લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ હવે તુ ધામેલ ગામમા આવ્યો તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે એએસઆઇ પી.આર.દેશાણી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.