હુમલો:વાડમાંથી લાકડા લેવા મુદ્દે ઠપકાે આપતા યુવક પર કુહાડીથી હુમલાે

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સે બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ અાપી

સાવરકુંડલામા હાથસણી રાેડ પર રહેતા અેક યુવકે તેની વાડમાથી લાકડા લેવા મુદે ઠપકાે અાપતા ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી કુહાડી વડે ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવક પર કુહાડી વડે હુમલાની અા ઘટના સાવરકુંડલામા બની હતી. અહીના હાથસણી રાેડ પર રહેતા રાજુભાઇ બાબુભાઇ પરમાર (ઉ.વ.33) નામના યુવાને સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની ભત્રીજી હિરલબેને વાડમાથી લાકડા લેવા મુદે ના પાડતા હંસાબેને ગાળાે અાપી હતી. અા મુદે રાજુભાઇ તેના ઘરે ઠપકાે અાપવા ગયા હતા.

જાે કે અા વાતનુ મનદુખ રાખી મુકા માધા વાઘેલા, રાજેશ નાનુ વાઘેલા, હંસાબેન મુકાભાઇ વાઘેલા વિગેરેઅે તેની સાથે બાેલાચાલી કરી હતી. અને કુહાડી તેમજ પાઇપ જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે ઇન્ચાર્જ પીઅાઇ વી.બી.દેસાઇ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...