હુમલો:માતા વિશે અપશબ્દાે બાેલવાની ના પાડતા યુવકને પાઇપ માર્યાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાૈટુંબિક શખ્સે બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ અાપી
  • રાજુલા તાલુકાના ઝાંઝરડા ગામનો બનાવ

રાજુલા તાલુકાના ઝાંઝરડામા રહેતા અેક યુવકે તેના માતા વિશે અપશબ્દાે બાેલવાની ના પાડતા કાૈટુંબિક શખ્સે તેની સાથે બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા રાજુભાઇ દેવશીભાઇ સરવૈયા (ઉ.વ.35) નામના યુવાને રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે બપાેરના સુમારે ગામના બસ સ્ટેશન પાસે ઉભાે હતાે ત્યારે ઉંટીયા ગામે રહેતા બાલાભાઇ વાઘાભાઇ પરમાર તેમની પાસે અાવ્યા હતા.

યુવકના માતા કુવરબેન બાલાભાઇના કાૈટુંબિક ભાભી થતા હાેય તેણે કુવરબેન વિશે અપશબ્દાે બાેલ્યા હતા.રાજુભાઇઅે તેની માતા વિશે અપશબ્દાે બાેલવાની ના પાડતા બાલાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળાે અાપી લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપી નાસી ગયા હતા. યુવકને માથાના ભાગે ઇજા પહાેંચી હાેય સારવાર માટે રાજુલા દવાખાને ખસેડાયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...