હુમલો:ગાળાે બાેલવાની ના પાડતા યુવક પર પાઇપ અને કુહાડી વડે હુમલાે

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ માર મારી ઇજા પહોંચાડી

જાફરાબાદ તાલુકાના ટીંબીમા રહેતા અેક યુવકે ગાળાે બાેલવાની ના પાડતા પાંચ શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ પાઇપ અને કુહાડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા નાગેશ્રી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવક પર હુમલાની અા ઘટના જાફરાબાદના ટીંબીમા બની હતી. અહી રહેતા દાનીશ હારૂનભાઇ મજીઠીયા (ઉ.વ.21) નામના યુવકે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગજાનંદ ચાેકમા અભેસિંહ ગાેહિલ ગાળાે બાેલતાે હાેય ના પાડતા અભેસિંહ તેમજ વલકુ કેશુભાઇ, ભરત બચુભાઇ, માનભા બચુભાઇ અને રણજીત વલકુભાઇ નામના શખ્સાેઅે બાેલાચાલી કરી લાેખંડના પાઇપ અને કુહાડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

જયારે અભેસિંહ વલકુભાઇ ગાેહિલે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે દાનીશ હારૂનભાઇ મજીઠીયા તેમજ હારૂનભાઇઅે બાેલાચાલી કરી પાઇપ અને છરી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અેઅેસઅાઇ જે.સી.ઠાકાેર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...