આપઘાત:અમરેલીમાં લગ્ન બાદ છુટાછેડા થઇ જતા યુવકે ગળેફાંસાે ખાધો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મનમાં નિરાશા અને અેકલવાયંુ લાગ્યા કરતું હાેઇ ભર્યું પગલું
  • ધારીના ગોવિંદપુરમાં દારૂ પીવાની ટેવથી કંટાળી આપઘાત કર્યો

અમરેલીમા જેશીંગપરામા અક્ષરધામ સાેસાયટીમા રહેતા અેક યુવકના ચારેક માસ પહેલા છુટાછેડા થઇ જતા તેણે નિરાશામા ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ.યુવકના અાપઘાતની અા ઘટના અમરેલીમા બની હતી. જેશીંગપરામા અક્ષરધામ સાેસાયટીમા રહેતા પંકજભાઇ દિનેશભાઇ પાેકળ (ઉ.વ.33) નામના યુવકના ચારેક માસ પહેલા છુટાછેડા થઇ ગયા હતા. જાે કે બાદમા અા યુવક નિરાશ રહેતાે હાેય અને અેકલવાયુ લાગ્યા કરતુ હાેય તેણે પાેતાની મેળે રૂમમા ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવ અંગે દિનેશભાઇ પાેકળે અમરેલી સીટી પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ બહાદુરભાઇ ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય અેક ઘટનામા ધારીના ગાેવિંદપુરમા રહેતા પરેશભાઇ જગદીશભાઇ મકવાણા (ઉ.વ.27) નામના યુવકને દારૂ પીવાની ટેવ હાેય અને વ્યસનથી કંટાળી જઇ પાેતાના ઘરે રૂમમા પંખા સાથે અાેછાડ વડે ગળાફાંસાે ખાઇ અાપઘાત કરી લીધાે હતાે. બનાવ અંગે વિજયભાઇ જગદીશભાઇ મકવાણાઅે ધારી પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ અેન.અેસ.પાેપટ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...