દુર્ઘટના:સાવરકુંડલામાં વીજશાેક લાગતા યુવકનું માેત થયું

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉંદરે વાયરમાં કાણું પાડ્યું હાેય અભેરાઇ પર વાસણ લેવા જતા સર્જાઇ ઘટના

સાવરકુંડલામા કેવડાપરામા રહેતાે અેક યુવક પાેતાના ઘરે અભેરાઇ પર વાસણ લેવા જતા વિજશાેક લાગતા તેમનુ માેત નિપજયું હતુ.વિજશાેક લાગતા યુવકના માેતની અા ઘટના સાવરકુંડલામા બની હતી. અહીના કેવડાપરામા રહેતા શૈલેષ ભુપતભાઇ પાટડીયા (ઉ.વ.22) નામનાે યુવક પાેતાના ઘરે હતાે ત્યારે અભેરાઇ પર વાસણ પડયુ હાેય લેવા જતા તેને વિજશાેક લાગ્યાે હતેા. અભેરાઇ પર ઉંદરે વાયરમા કાણુ પાડી દીધુ હાેય જેના કારણે વાસણને અડકવા જતા વિજશાેક લાગયાે હતાે. જેના કારણે યુવકનુ માેત નિપજયું હતુ. બનાવ અંગે વિજયભાઇ ભુપતભાઇ પાટડીયાઅે સાવરકુંડલા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ કાજી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...