અકસ્માત:સમઢીયાળા નજીક બે બાઇક અથડાતાં યુવાનનું મોત નિપજ્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી છૂટયો, પોલીસ ફરિયાદ

બગસરા તાલુકાના સમઢીયાળા ગામનો યુવાન પોતાનું મોટરસાયકલ લઈ કાગદડી જવાના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતા બાઈક ચાલકે અકસ્માત સર્જતા ગંભીર ઇજા થવાથી યુવકનું મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જનાર બાઇક ચાલક નાસી ગયો હતો.

અકસ્માતની આ ઘટના બગસરા તાલુકાના સમઢીયાળા ગામે કાગદડી તરફ જવાના રસ્તે ગઈકાલે સાંજે આઠેક વાગ્યાના સુમારે બની હતી. સ્થાનિક પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સમઢીયાળા ગામના લક્ષ્મણભાઈ બતાડા નામનો યુવાન પોતાનું મોટરસાયકલ લઈ અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા મોટરસાયકલ નંબર જી. જે. 11 બીજી 5969 નંબરના બાઇક ચાલકે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને પગલે લક્ષ્મણભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને શરીર પર ગંભીર ઇજા પહોંચી હોય ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. બીજી તરફ અકસ્માત સર્જનાર બાઇક ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે મૃતક લક્ષ્મણભાઈના દાદા અને પશુપાલનનો વ્યવસાય કરતા સમઢીયાળાના ભગાભાઈ લક્ષ્મણભાઈ બતાડાએ અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પી.આઈ એ. એમ. દેસાઈ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...