દુર્ઘટના:પુલના ડિવાઇડર સાથે કાર અથડાઇ જતા યુવકનું મોત

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત

સાવરકુંડલા તાલુકાના જાબાળ નજીક ગત રાત્રીના દસેક વાગ્યે અહીથી પસાર થતી એક કાર પુલના ડિવાઇડર સાથે અથડાતા યુવકનુ મોત નિપજયું હતુ. નંદીગ્રામ સોસાયટીમા રહેતા ખુશાલભાઇ રમેશભાઇ જયાણી (ઉ.વ.33) નામના યુવકે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગતરાત્રીના તેમના મિત્ર ભૌતિક જયાણી અને જનકભાઇ રામાણી સાથે કારમા સાવરકુંડલા તરફ આવી રહ્યાં હતા.

જનકભાઇ કાર ચલાવી રહ્યાં હોય જાબાળ ગામથી આગળ પહોંચતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇ ગઇ હતી. જેને પગલે ભૌતિક જયાણીને ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયું હતુ. પોલીસે જનકભાઇ રામાણી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.