તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બાબરા શહેરમાં બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અકસ્માત સર્જી નાસી જનાર ટ્રક ચાલક સામે ગુનાે નાેંધાયાે

બાબરામા વેલનાથ હાેટલ નજીક સવારના સુમારે રાેડની સાઇડમા ઉભેલા અેક ટ્રક પાછળ અન્ય અેક ટ્રક ઘુસી જતા અેક યુવકનુ માેત નિપજયું હતુ. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટયાે હતાે.

અકસ્માતની અા ઘટના બાબરામા વેલનાથ હાેટલ પાસે બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, દામનગરમા રહેતા પ્રવિણભાઇ ભુરાભાઇ સાેલંકીઅે બાબરા પાેલીસ મથકમા અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ચંદુભાઇ રાણાભાઇ વાવડીયા સામે નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેનાે દીકરાે વિજય (ઉ.વ.24) સવારના ચારેક વાગ્યે ઘરેથી તેના રાેજીંદા કામ ધંધા મુજબ હેમરીના કારખાને ગયાે હતાે. ત્યાંથી રજનીભાઇ હિરાભાઇ બુઘેલીયાની માલિકીનાે ટ્રક નંબર જીજે 14 અેકસ 5744 લઇ ડ્રાઇવર ચંદુભાઇ દામનગરથી રાજકાેટ હિરા ઘસવાની સરેણ માંજવાની હેમરી ભરીને જતા હતા.

બાબરામા વેલનાથ હાેટલ પાસે રાેડની સાઇડમા ઉભેલા અેક ટ્રકની પાછળ તેમનાે ટ્રક અથડાયાે હતાે. જેને પગલે વિજયને માથાના ભાગે ગંભીર ઇજા પહાેંચતા તેનુ માેત નિપજયું હતુ. અકસ્માત સર્જાતા ચંદુભાઇ નાસી ગયા હતા. બનાવ અંગે પીઅાઇ ડી.વી.પ્રસાદ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

આ બનાવને યુવકના પરિવારજનોમાં જાણ થતાં તે લોકો શોકમાં ગરકાવ થઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...