અકસ્માત:બાબરા વાંડળીયા માર્ગ પર રીક્ષા પલટી જતા યુવકનું મોત, બેને ઇજા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા ખાળીયામાં ઉતરી ગઇ

બાબરા તાલુકાના વાંડળીયામા રહેતા એક યુવક પોતાની રીક્ષા લઇને વાંડળીયા તરફ જઇ રહ્યાં હતા ત્યારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઇ જતા તેનુ મોત નિપજયુ હતુ.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, રીક્ષા પલટી ખાઇ જતા યુવકના મોતની આ ઘટના બાબરા વાંડળીયા માર્ગ પર બની હતી. અહી રહેતા દામજીભાઇ ભગવાનભાઇ પરમાર (ઉ.વ.50) નામના આધેડે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગઇકાલે સવારે પાંચેક વાગ્યે તેમના પત્ની શોભનાબેન અમદાવાદથી ઘરે વાંડળીયા આવવા માટે બાબરા બસ સ્ટેન્ડ ખાતે ઉતર્યા હતા.

તેમણે તેમના ભાઇ અરવિંદભાઇને ફોન કરી રીક્ષા લઇને તેડી જવા કહ્યું હતુ. અરવિંદભાઇ પોતાની રીક્ષા નંબર જીજે ટી 5444 લઇને સાથે કાળુભાઇ મોહનભાઇ પરમારને બેસાડીને અહી આવ્યા હતા. અને બાદમા વાંડળીયા જવા નીકળ્યાં હતા. ત્યારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા ખાળીયામા પલટી ખાઇ જતા અરવિંદભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. જયારે દામજીભાઇ અને શોભનાબેનને સામાન્ય ઇજા થઇ હતી. અરવિંદભાઇને સારવાર માટે બાબરા દવાખાને ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પીએસઆઇ વી.સી.બોરીચા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...