ધમકી:વડીયા તાલુકાના મોટા ઉજળામા પુત્રને મારવા મુદ્દે ઠપકો આપવા જતાં યુવકને ઇંટનો ઘા માર્યો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 શખ્સે ગાળો આપી મારી નાખવાની ધમકી આપી

વડીયા તાલુકાના મોટા ઉજળામા પુત્રને મારવા મુદે ઠપકો આપવા જતા ચાર શખ્સોએ યુવકને છુટા ઇંટના ઘા મારી લાકડી વડે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને મારમાર્યાની આ ઘટના વડીયાના મોટા ઉજળામા બની હતી.

અહી રહેતા ગાંગજીભાઇ વલ્લભભાઇ વાડદોરીયા (ઉ.વ.37) નામના યુવાને વડીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના દીકરાને ડાયાબીટીસ હોય લાલજીભાઇના દીકરાએ તેને મારમાર્યો હોય જે મુદે ઠપકો આપવા જતા લાલજીભાઇએ ગાળો આપી હતી.

તેને ગાળો બોલવાની ના પાડતા લાલજીએ નળીયાનો છુટો ઘા કરી તેમજ કાબા ટપુભાઇ, અશોક કાબા અને મુકતા કાબાએ ઇંટના ઘા મારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. હે. કો. એ.પી.બારૈયા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...