કાર્યવાહી:કાંકચમાંથી ટ્રેકટરના ટાયરની ચોરી કરનાર યુવાન ઝડપાયો

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂપિયા 2,04,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

લીલીયાના ક્રાંકચમાંથી ટ્રેકટરના ટાયરની ચોરી કરનાર અમરેલીના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તેમની પાસેથી રૂપિયા 204500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. ગોહિલ, આર.કે. વરૂ, સંજયભાઈ ઈટાળીયા, પૃથ્વિરાજસિંહ મોરી, નિકુલભાઈ શેલાણા પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન અંટાળીયા ગામ તરફથી લીલીયા તરફ એક પીકઅપ વાનમાં ટ્રેકટરના ચોરીના ટાયર લઈ જતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેઈડ કરી હતી. અને પીકઅપ વાહન નંબર જી.જે.13 એ.ટી. 4525માંથી અમરેલીના જૈન દેરાસરની સામે રહેતા ઈમ્તિયાઝશા ઉર્ફે મુકો નનુશા પઠાણને ચોરીના ટાયર સાથે ઝડપી લીધો હતો. તેમની પાસેથી રૂપિયા 204500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...