વિવાદ:રસ્તામાંથી વાહન લઇ લેવાનું કહેતા યુવક પર પાઇપ વડે હુમલો

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાવરકુંડલા તાલુકાના છાપરી ગામની ઘટના
  • સાત શખ્સોએ બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી

સાવરકુંડલા તાલુકાના છાપરીમા રહેતા એક યુવકે રસ્તામા આડુ રાખેલ વાહન લઇ લેવાનુ કહેતા સાત શખ્સોએ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, યુવકને મારમાર્યાની આ ઘટના સાવરકુંડલાના છાપરીમા બની હતી. અહી રહેતા સમીરભાઇ ઇશારભાઇ ગાહા (ઉ.વ.22) નામના યુવાને સાવરકુંડલા તાલુકા પેાલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પોતાનુ ટ્રેકટર લઇ પોતાના ઘરે આવી રહ્યાં હતા ત્યારે મફત પ્લોટ વિસ્તારમા પહોંચતા રસ્તામા આડુ રાખેલ વાહન લઇ લેવાનુ કહેતા સાત શખ્સોએ બોલાચાલી કરી હતી.

અહી રહેતા મુસા દોસુભાઇ ગાહા, રૂસ્તમ ગુલુભાઇ, જમાલ બચુભાઇ, ભુરો મુછાભાઇ, સતાર મુછાભાઇ, આમન બચુભાઇ નામના શખ્સોએ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત તેમના ભાઇને પણ પાઇપ વડે મારમાર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પીએસઆઇ વી.એમ.જાદવ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...