હુમલો:ખેતરના શેઢા પાસે ટ્રેકટર ચલાવવા મુદ્દે યુવક પર પાઇપ વડે હુમલો

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખ્સાેઅે બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી અાપી

લાઠીના કેરીયા ગામના ખારામા જમીનના શેઢા મુદે વિવાદ ચાલતાે હાેય શેઢા પાસે ટ્રેકટર ચલાવવા મુદે ચાર શખ્સાેઅે યુવકને લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપતા તેણે અા બારામા લાઠી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની અા ઘટના લાઠીના કેરીયાના ખારામા બની હતી. અહી રહેતા પાેપટભાઇ મેઘાભાઇ હુંબલ (ઉ.વ.45) નામના યુવકે લાઠી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે જમીનના શેઢા મુદે વિવાદ ચાલતાે હાેય તેના ખેતરના શેઢા પાસે ટ્રેકટર ચલાવવા મુદે લાખા દેવાભાઇ હુંબલ, અજય લાખાભાઇ, રાેહિત જસાભાઇ અને નિકુંજ રાજુભાઇ નામના શખ્સાેઅે બાેલાચાલી કરી લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. અને મારી નાખવાની ધમકી પણ અાપી હતી.

જયારે લાખાભાઇ ભીમાભાઇ હુબંલે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે શેઢા મુદે મનદુખ રાખી પાેપટ મેઘાભાઇ હુંબલે બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીઅેસઅાઇ અેન.અે.વાઘેલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...