અકસ્માત:નવા ખીજડીયામાં ટ્રેકટર હડફેટે બાઇક ચાલક યુવકનું મોત થયું

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાંકીયાથી તેના મિત્રને લેવા માટે જતાે હતાે ત્યારે સર્જાયાે અકસ્માત

અમરેલી તાલુકાના વાંકીયામા રહેતાે અેક યુવક પાેતાનુ માેટર સાયકલ લઇને તેના મિત્રને લેવા નવા ખીજડીયા જતાે હતેા ત્યારે વળાંકમા ટ્રેકટરના ચાલકે તેની સાથે અકસ્માત સર્જતા યુવકનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ.અકસ્માતની આ ઘટના અમરેલીના નવા ખીજડીયા નજીક બની હતી. વાંકીયામા રહેતા ભદ્રેશભાઇ કનુભાઇ પેથાણી (ઉ.વ.27) નામનાે યુવાન ગઇકાલે સવારના આઠેક વાગ્યાના સુમારે પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 05 અેફટી 5504 લઇને નવા ખીજડીયામા રહેતા તેના મિત્ર ગાૈતમભાઇ માંડણકાને લેવા માટે જતાે હતાે.

જાે કે નવા ખીજડીયા નજીક ગાેળાઇમા સામેથી આવી રહેલ ટ્રેકટર નંબર જીજે 14 અેપી 0842ના ચાલકે તેની સાથે અકસ્માત સર્જયાે હતાે.અકસ્માત સર્જાતા ભદ્રેશભાઇને ગંભીર ઇજા પહાેંચતા સારવાર માટે અમરેલી સિવીલ હાેસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યાે હતાે. જાે કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાે હતાે. બનાવ અંગે મૃતક યુવકના પિતા કનુભાઇ પેથાણીઅે અકસ્માત સર્જનાર ટ્રેકટર ચાલક સામે અમરેલી તાલુકા પેાલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. વધુ તપાસ પીઅેસઆઇ જે.અેમ.દવે ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...