તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જાફરાબાદના બાલાની વાવ નજીક ટ્રક હડફેટે બાઇક ચાલક યુવકનું મોત

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એકને ઇજા : અધુરા માર્ગના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય કરે છે

જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામ નજીક સવારના અગિયારેક વાગ્યાના સુમારે અહીથી પસાર થતા એક ટ્રકે બાઇકને હડફેટે લેતા એક યુવકનુ મોત નિપજયું હતુ. જયારે અન્ય એક યુવકને ગંભીર ઇજા પહેાંચતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

અકસ્માતની આ ઘટના જાફરાબાદના બાલાની વાવ નજીક બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી સવારના અગિયારે વાગ્યાના સુમારે કડીયાળીમા રહેતા અશોકભાઇ મનુભાઇ મકવાણા (ઉ.વ.22) તેમજ રવિ સીદીભાઇ પરમાર (ઉ.વ.16) નામના યુવકો બાઇક લઇને અહીથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે તેની સાથે અકસ્માત સર્જયો હતેા. જેને પગલે અશોકભાઇને ગંભીર ઇજા પહોંચતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. જયારે રવિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે મહુવા દવાખાને ખસેડાયો હતો.

ઘટનાની જાણ થતા નાગેશ્રી પોલીસ પણ દોડી આવી હતી. જો કે અહીં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નેશનલ હાઇવેના અધૂરા મુકેલા કામના કારણે ઠેરઠેર કપચી, પથ્થરો તેમજ ડાયવર્ઝન બોર્ડ પણ મુકાયા નથી. જેના કારણે અવારનવાર આ વિસ્તારમા અકસ્માતોની ઘટના બનતી રહે છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો