ફરિયાદ:ચુનો ઉડાડવાની ના પાડતાં યુવક પર પાઇપ વડે હુમલો

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમરેલી તાલુકા પોલીસ મથક - ફાઈલ તસવીર - Divya Bhaskar
અમરેલી તાલુકા પોલીસ મથક - ફાઈલ તસવીર
  • અમરેલી તાલુકાના રાજસ્થળી ગામની ઘટના
  • બે શખ્સોએ ઉશ્કેરાઇ જઇ દુકાન પાસે બોલાચાલી કરી

અમરેલી તાલુકાના રાજસ્થળીમા રહેતો એક યુવક પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામા ચુનો ઉડાડવાની ના પાડતા બે શખ્સોએ ઉશ્કેરાઇ જઇ તેના પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા આ બારામા તેણે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.યુવક પર હુમલાની આ ઘટના અમરેલીના રાજસ્થળીમા બની હતી.

અહી રહેતા કિશોરભાઇ રમેશભાઇ ડાબસરા (ઉ.વ.31) નામના યુવાને અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગઇકાલે સાંજે સાડા પાંચેક વાગ્યે તેના મોટાબાપુના ઘરેથી પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. ત્યારે રસ્તામા અશોકભાઇની દુકાન પાસે ચુનો ઉડાડવાની ના પાડતા બે શખ્સોએ બોલાચાલી કરી હતી.

અહી રહેતા પરેશ કાળુભાઇ વડેચા અને તેના પિતા કાળુભાઇ મોહનભાઇ વડેચાએ ઉશ્કેરાઇ જઇ પાઇપપ વડે મારમારી ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે પીએસઆઇ એ.આર.છોવાળા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...