હુમલો:ઇલેકટ્રીક વાયર કાપી નાખવા મુદ્દે યુવક પર પાઇપ વડે હુમલાે

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વડિયા તાલુકાના ઇશ્વરિયાનો બનાવ
  • 4 શખ્સે બાેલાચાલી કરી પથ્થરના ઘા મારી ધમકી આપી

વડીયા તાલુકાના ઇશ્વરીયામા રહેતા અેક યુવકને ઇલેકટ્રીક વાયર કાપી નાખવા મુદે ચાર શખ્સાેઅે બાેલાચાલી કરી પાઇપ અને છુટા પથ્થરના ઘા મારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.યુવક પર હુમલાની અા ઘટના વડીયાના ઇશ્વરીયામા બની હતી.

અહી રહેતા રણછાેડભાઇ ડાયાભાઇ સાેંદરવા (ઉ.વ.40) નામના યુવકે વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની માલિકીની હદમા ચણતર કામ કરેલ હાેય અને ઇલેકટ્રીક વાયર કાપી નાખવા મુદે મનદુખ રાખી નરેશ ખીમા સાેંદરવા, ખીમા બાવા, સાેમીબેન અને નયનાબેને બાેલાચાલી કરી પાઇપ અને છુટા પથ્થરના ઘા મારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપી હતી.

જયારે ખીમાભાઇ બાવાભાઇ સાેંદરવાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ઇલેકટ્રીક વાયર કાપી નાખવા મુદે મના ગાેરા સાેંદરવા, રણછાેડ ડાયા, રમેશ જેઠા, માેતીબેન અને ગાૈરીબેને છુટા પથ્થરના ઘા મારી ગાળાે અાપી મારી નાખવાની ધમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...